વલસાડ જિલ્લાના એનએસએસ વિદ્યાર્થીઓ માટે યુવા આપદા મિત્રની તાલીમનો સુરતના વાવ ખાતે શરૂ કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
લસાડ જિલ્લાના એનએસએસ વિદ્યાર્થીઓ માટે યુવા આપદા મિત્રની તાલીમનો સુરતના વાવ ખાતે શુભારંભજિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક કક્ષાએ સ્વયંસેવકોનું માળખુ ઉભુ કરાયું નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમાએ સુરતના વાવ ખાતે તાલીમ સ્થળનું નિરિક્ષણ કરી પ્રોત્સાહન આપ્યું સુનામી,પુર, ભુકંપ, ઓદ્યોગિક અકસ્માત, સ્નેક બાઈટ, ફાયર સેફટી અને સીપીઆર સહિતની તાલીમ અપાઈ રહી છે. વલસાડ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું માળખું ઊભુ કરવા જિલ્લાના NSS વિદ્યાર્થીઓ માટે યુવા આપદા મિત્રોની તાલીમનો શુભારંભ તા.૦૯/૧૧/૨૦૨૫ થી સુરતના વાવ ખાતે સ્થિત એસ.ડી.આર.એફ ગૃપ- ૧૧ ખાતે કરવામાં આવ્યો છે. આ તાલીમ તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી યોજાનાર છે.આ તાલીમ તબક્કાવાર આયોજન થનાર છે, જેમાં વલસાડ જિલ્લાના NSSના કુલ ૧૫૦ વિદ્યાર્થીઓ અને માય યુવા ભારતના કુલ ૧૫૦ સ્વયંસેવકોનો બેચ આ તાલીમ મેળવશે. વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી, એમ.ડી. ચુડાસમા દ્વારા વાવ ખાતે આવેલા આ તાલીમ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે તાલીમ સ્થળનું નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે તાલીમ અંગેની ગુણવત્તા અને એસ.ડીઆર.એફ ગ્રુપ-૧૧ દ્વારા આયોજનની સધન સમીક્ષા કરી હતી અને તાલીમાર્થીઓનાં રહેઠાણ અને ભોજન અંગેની પણ સમીક્ષા કરી હતી. આ તાલીમમાં આપત્તિ વ્યવસ્થા વિષેની માહિતી, સુનામી, પૂર, ભુકંપ, ઓદ્યોગિક અકસ્માત, સ્નેક બાઈટ, ફાયર સેફટી, શોધ બચાવ અંગે ઘાયલ વ્યક્તિઓને ઉપાડવાની પદ્ધત્તિ, સમુદાય આધારિત પ્રાથમિક સારવાર/સીપીઆર જેવા મહત્વના વિષયો ઉપર ૭ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવી રહી છે.



