GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ખાતે ખેતીવાડી વિસ્તરણ અધિકારી ની કચેરી ખાતે જનરલ ક્રોપ એસ્ટીમેશન સર્વે એપ્લિકેશનની આધારિત પાક કાપણી અખતરાની તાલીમ યોજાઈ

વિજાપુર ખાતે ખેતીવાડી વિસ્તરણ અધિકારી ની કચેરી ખાતે જનરલ ક્રોપ એસ્ટીમેશન સર્વે એપ્લિકેશનની આધારિત પાક કાપણી અખતરાની તાલીમ યોજાઈ ખેતીવાડી કચેરી ખાતે વિસ્તરણ અધિકારી ગ્રામસેવક અને ખેતી મદદનીશની તાલીમ રાખવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકોના ઉત્પાદનો અંદાજવા માટે રેન્ડમ પદ્ધતિથી ગ્રામ સેવકો મારફત પાક અખતરા ગોઠવવામાં આવતા હોય છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં ટેકનોલોજીનો ઉપયોગ કરી જનરલ ક્રોપ એસ્ટીમેશન સર્વે એપ્લિકેશન આધારિત પાક કાપણી અખતરા ગોઠવવાના થાય છે. આ એપ્લિકેશન ની ગ્રામ સેવકોને માહિતી મળી રહે તે માટે વિજાપુર પેટા વિભાગ ખેતીવાડી કચેરી ખાતે વિસ્તરણ અધિકારી ગામ સેવક અને ખેતી મદદનીશની તાલીમ રાખવામાં આવેલ હતી .આ તાલીમમાં જુદા જુદા પાકોમાં રેન્ડમ પદ્ધતિથી ખેતર નક્કી કરવું ખેતરમાં પ્લોટ નક્કી કરવો એપ્લિકેશન ઉપર ઓનલાઇન વિગતો ભરવી તેમજ પાક કાપણી સમયે આવેલું ઉત્પાદન તથા પાક નો ફોટો ઓનલાઇન વિગતો ભરવી વિગેરે બાબતે સઘન તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં ડિજિટલ ક્રોપ સર્વે K ગ્રામ સેવકોને માહિતી આપી અને તેની અમલવારી કરવા જણાવ્યું હતું તથા પ્રાકૃતિક કૃષિ નો વેગ વધે તે માટે ખેડૂત તાલીમો સતત ચાલુ રાખવા તેમજ મોડેલ ફાર્મ બનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપવા ગ્રામ સેવકોને જણાવ્યું હતું આ તાલીમમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ શૈલેષભાઈ પટેલ , સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ કચેરીના મદદની સ્થિતિ નિયામક અને માસ્ટર ટ્રેનર શીતલભાઇ પટેલ તથા મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ જીગ્નેશભાઈ પટેલ વિપુલભાઈ પટેલ પંકજભાઈ પટેલ તથા મદદનીશ ખેતી નિયામક કપાસ હિરેનભાઈ પટેલ તેમજ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!