
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

આ તાલીમ અંતર્ગત જિલ્લાની ખેતી પધ્ધતિને અનુરૂપ અલગ-અલગ સંકલિત કૃષિ પ્રણાલીને આવરીને તેમાં ઉમેરો કરી શકાય એવા અલગ અલગ ઘટકો જેવા કે, કૃષિ, પશુપાલન, મધમાખી, બાગાયત, વનીય કૃષિ, મશરૂમ, માછલીપાલન વગેરે વિષય ઉપર વિસ્તુત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના અલગ-અલગ વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ડાંગ જિલ્લાના છેવાડાના ખેડૂતો સુધી આ માહિતી પહોંચે જેથી તેમનો આર્થિકી તેમજ સામાજિક વિકાસ થાય અને ટકાઉ ખેતી તેમજ પર્યાવરણ અને જેવ વિવિધતા જળવાય રહે તેવો હતો. આ તાલીમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. એલ. વી. ઘેટીયા તેમજ પ્રસાર શિક્ષણ સંસ્થાનના વડા ડો. જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ કે.વી.કે. અને EEI ના સહયોગ દ્વારા કરવામાં આવ્યો હતો. આ તાલિમને સફળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી બિપિન વહૂનીયા, ડો. જે. બી. ડોબરિયા તેમજ ઇ.ઈ. આઇ અનંદ ના સાહેબ ડૉ. વિશ્વજીત પટેલે મહત્વનો ફાળો આપ્યો હતો. જેમાં ૩૮ થી વધુ અલગ અલગ ખાતાના કર્મચારી/અધિકારીઓએ ભાગ લીધો હતો.



