
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં બટાકા નુ વાવેતર કરતા ખેડૂતોને બટાકાનો ઉત્પાદન મા ઘટાડો સાથે ભાવ પણ નીચો મળતા ચિંતા મા મૂકાયા
બટાકા નો વાવેતર કરતા ખેડૂતો ને ગત વર્ષે કરતા આ વર્ષે બટાકા ના ઉત્પાદન મા ઘટાડો અને ભાવમાં પણ નીચો મળતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો મા પોષણક્ષમ ભાવ ની માંગ કરી
વિજાપુર તા
વિજાપુર તાલુકાના ખેડૂતો ને ગત વર્ષે બટાકાનું કરેલ વાવેતર મા ઉત્પાદન વધુ થયું હતુ તે વર્ષે બટાકાના વાવેતર મા 300 મણ થી 400 મણ ઉતારો મળ્યો હતો.પરંતુ આ વર્ષે બદલાયેલ વાતાવરણ ના કારણે તાલુકાના ખેડૂતો ને 40% જેટલો ઉતારો ઓછો મળ્યો હતો. ગત વર્ષે બટાકાનો ભાવ રૂ 200 થી રૂ.250 સુધી ખેડૂતો ને મળ્યું હતુ. જ્યારે આ વર્ષે રૂ.150 થી રૂ.200 સુધી મળે છે.જેના કારણે બંને બાજુએ થી ખેડૂતને ફટકો પડતાં તેઓ ભારે ચિંતા મા મૂકાયા છે.ગત વર્ષે ભાવ અને ઉત્પાદન બંને સારૂ મળ્યું હતુ.જેના કારણે આ વર્ષે ખેડૂતો એ પુષ્કળ પ્રમાણમાં બટાકાનુ વાવેતર કર્યું હતુ. પરંતુ વખતે ખેડૂતો ને બટાકાનો ભાવ સારો નહી મળતા ખેડૂતો પરેશાનીમાં મૂકાયા છે. આ અંગે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે બટાકા માં મુકવા માટે કોલ્ડ સ્ટોરેજના ભાડા માં પણ આ વખતે વધારો જોવા મળી રહ્યો છે તદ ઉપરાંત મજુર ખર્ચ ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ઊંચા ભાવની બિયારણની ખરીદી અત્યારે હાલમાં ૪૦% ઉત્પાદન ઓછું બેઠું છે.સરકાર અમને રાહત આપે અને પોષણ તમ ભાવ મળી રહે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે.હાલમાં માર્કેટમાં બટાકાના ખૂબ જ ઓછો કહી શકાય તેવો ભાવ રૂપિયા ૧૫૦ થી ૨૦૦ સુધીના ભાવ મળી રહ્યા છે જેને લઈને હાલના તબક્કે ખેડૂતો બટકા નો પોષણક્ષમ ભાવ મળે તે માટે માંગ ઊભી થવા પામી છે.





