
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૧ જુલાઈ : ભુજ ખાતે યોજાયેલ કાર્યક્રમ માં સૌપ્રથમ મહર્ષિ વેદવ્યાસની છબીને ફુલહાર અર્પણ કર્યા બાદ સરસ્વતી વંદના કરવામાં આવેલ હતી. ત્યારબાદ ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાની દ્વારા ઉપસ્થિત સૌનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા એ સંગઠન પરિચય અને આગામી સદસ્યતા અભિયાન કાર્યયોજના ની સમજ આપી હતી.
રાજય મંત્રી મુળજીભાઈ ગઢવીએ સંગઠનના વર્તમાન વિષયોની ચર્ચા કરી હતી. કાર્યક્રમના મુખ્ય વકતા રાજીવભાઈ ત્રિવેદીએ ભારતીય સંસ્કૃતમાં ગુરુ-શિષ્ય પરંપરામાં રામકૃષ્ણ પરમહંસ-સ્વામી વિવેકાનંદના સંબંધોની વાત કરી શ્રેષ્ઠ સમાજ નિર્માણમાં ગુરુની ભૂમિકા સમજાવી હતી.માતૃ શક્તિ વતિ પ્રાથમિક સંવર્ગ જિલ્લા મહિલા મંત્રી ડો.કૈલાશબેન કાંઠેચા મંચસ્થ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ અને આભારવિધિ સરકારી માધ્યમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ કરી હતી.આ તકે રાજ્ય સરકારી માધ્યમિક અધ્યક્ષ શ્રી મૂરજીભાઇ ગઢવી, પ્રાંત સંગઠન મંત્રી તેમજ જિલ્લા માધ્યમિક સરકારી અધ્યક્ષ શ્રી નયનભાઈવાંઝા, પ્રાંત સહ સંગઠનમંત્રી તેમજ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ જાની, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, પ્રાથમિક સરકારી જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ, જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ, મહિલા ઉપાદયક્ષ રાખીબેન રાઠોડ, મહિલા મંત્રી ડો.કૈલાશબેન કાંઠેચા, ગીતાબેન પરમાર, ગ્રાન્ટેડ માધ્યમિક વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ, સરકારી માધ્યમિક કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, પ્રાથમિક સંવર્ગ ભચાઉ તાલુકા અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ, અંજાર અધ્યક્ષ મયુરભાઈ પટેલ, ભુજ અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા, મહામંત્રી બળવંતભાઈ છાંગા, ગાંધીધામ અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, એચ.ટાટ અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા, મહામંત્રી અમરાભાઈ રબારી સાથે તમામ હોદ્દેદારશ્રીઓની હાજરીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.







