BHESANAGUJARATJUNAGADH

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ભેંસાણ તાલુકાની SMC- SMDCના સભ્યોને તાલીમ આપવામાં આવી

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ભેંસાણ તાલુકાની SMC- SMDCના સભ્યોને તાલીમ આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સમગ્ર શિક્ષા અભિયાન  અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ. એમ.સી.)ના સભ્યો તથા શાળા – સંચાલન અને વિકાસ સમિતિ (એસ.એમ.ડી.સી.)ના સભ્યો – માટે રાજ્ય કક્ષાની એક દિવસીય બાયસેગ વંદે ગુજરાત – ચેનલ નં 5 અને યૂટ્યૂબ ચેનલ  GujratEclass ના માધ્યમથી યોજાવામાં આવી હતી.
જેમાં એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ના કાર્યો અને ફરજો, શાળા વિકાસ યોજના, શૈક્ષણિક ગુણવતા સુધારણા માટે અમલીકૃત કાર્યક્રમ, માળખાકીય સુવિધાઓ, ડિજિટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ, કન્યા શિક્ષણ અને શાળા આપત્તિ અને વ્યવસ્થાપન અંગે તાલીમ અપાવામા આવી હતી.  વોકેશનલ એજ્યુકેશન અને શાળા બહારના બાળકો જેવા વિષયો પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!