
તા.૦૫.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,ખાતે સ્વચ્છ ભારત મિશન અન્વયે તાલીમ યોજાઈ
દાહોદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનમાં અંતર્ગત પંચાયતી રાજ ના પદાધિકારીઓ માટે SIRD દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન તાલુકા પંચાયતના પ્રમુખઓ અને સદસ્યઓ તેમજ ગ્રામ પંચાયતોના સરપંચોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યઓ, પ્રમુખઓ સહિત પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




