MORBI:મોરબીના મકનસરમાં ટ્રેકટર હડફેટે યુવાન મૃત્યુ : પોલીસ હત્યા કેસને અકસ્માતમાં ખપાવવામા આવી રહી હોય પરિવારજનોનો આક્ષેપ
MORBI:મોરબીના મકનસરમાં ટ્રેકટર હડફેટે યુવાન મૃત્યુ : પોલીસ હત્યા કેસને અકસ્માતમાં ખપાવવામા આવી રહી હોય પરિવારજનોનો આક્ષેપ
મોરબી તાલુકાના મકનસર ગામે પ્રકાશભાઈ ગંગારામભાઈ મકવાણા નામના યુવાનનું ટ્રેકટર હડફેટે મૃત્યુ નિપજવા અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે કાર્યવાહી કરતા પરિવારજનો રોષે ભરાયા હતા અને યુવાનનું અકસ્માતમાં નહિ પરંતુ ત્રણથી ચાર શખ્સોએ માર મારી બાદમાં યુવાન ઉપર ટ્રેકટર ચડાવી દઈ મોતને ઘાટ ઉતારી નાખ્યો હોવાનો ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો. સાથે જ મૃતકના પરિવારજનો મૃતદેહ લઈ તાલુકા પોલીસ મથકે પહોંચી જઈ હત્યા અંગે ગુન્હો નોંધવા માંગ કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મકનસર ગામનો રહેવાસી પ્રકાશ ગંગારામ મકવાણા (ઉ.વ.૩૪) નામના યુવાનનો મૃતદેહ મકનસર ગામ નજીક સીમમાંથી મળી આવ્યો હતો જે યુવાન કારખાનામાં નોકરી કરતો હતો અને યુવાનનો મૃતદેહ મળી આવતા પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાયો હતો અને ટ્રેક્ટર ચાલકે અકસ્માત સર્જતા પ્રકાશભાઈ ઉપર ટ્રેક્ટર ચડી ગયું હોવાથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું
પરંતુ પરિવારના સભ્યોએ પ્રકાશની હત્યા થયાના આક્ષેપો કર્યા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જેથી પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી પોલીસે તપાસની ખાતરી આપી યોગ્ય કાર્યવાહીનો ભરોસો આપતા મામલો થાળે પડ્યો હતો અને પોલીસે બનાવ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે