કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માનિત

તારીખ ૨૬/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શિક્ષણ વિભાગ- ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોને તેઓની શિક્ષણ, બાળકોની કેળવણી, સામાજિક ઉપયોગીતાને ધ્યાનમાં રાખી હોમલર્નિંગ તેમજ શેરી શિક્ષણનું વિશિષ્ટ કામગીરી કરી હોય. ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરી હોય તેમજ વાર્ષિક મૂલ્યાંકન અને ઓનલાઈન શૈક્ષણિક પ્રવૃતિઓ કરેલી હોય તેવા પ્રાથમિક શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપી તેઓની કામગીરીને બિરદાવે છે. આ પ્રકારનું સન્માન પ્રતિભાશાળી શિક્ષક પસંદગી દ્વિતીય સત્ર ૨૦૨૪-૨૫ કાલોલ તાલુકાના બાકરોલ ક્લસ્ટરમાં સમાવિષ્ટ બોરૂ પ્રાથમિક શાળાના આ. શિક્ષક પટેલ રંજનબેન બકોરભાઇ ને બોરુ શાળાના ધ્વજારોહણ સમારંભ માં મુખ્ય શિક્ષક જોષી ગૌરાંગકુમાર કનૈયાલાલના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો, વિધાર્થીઓ અને સાથી શિક્ષક મિત્રોએ આનંદ, ઉત્સાહ અને હર્ષોલ્લાસ સભર અભિનંદન પાઠવ્યા હતા.






