નવસારી ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૦૪: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આજરોજ સુલતાનપુર અને સરાવ ગામની કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનીકશ્રી, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ તેમજ મત્સ્ય સીફી મુંબઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમમાં સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિશરીઝ એજયુકેશનના વૈજ્ઞાનિક ડો.સિકેન્દ્રકુમારે મસ્ત્ય પાલન માટે જરૂરી સરકારની સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. બાગાયત ખાતાના અધિકારીશ્રી દિક્ષિતા પટેલ દ્વારા બાગાયતને લગતી નવી તાંત્રીકીઓની માહિતી આપવામાં આવી. ડો.જતીનભાઈ, પશુપાલન વિભાગ દ્વારા પશુપાલનમાં આવતી વિવિધ મુશ્કેલીઓનું નિરાકરણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનીક ડો.સુમિત આર.સાળુંખે અને ડો. દિક્ષિતા પ્રજાપતિ તેમજ બાગાયત વિભાગ અને આત્માની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.



