નરેશપરમાર, કરજણ –
નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી બની કરજણ ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો
8 નવેમ્બર ના રોજ ભાવ વધારવામાં આવ્યો હતો, પરંતુ તે અમુક કારણસર બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ આજે ફરી નવો ભાવ લાગુ કરી દેવામાં આવ્યો છે.
વડોદરા-ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે નંબર-48 પર કરજણ નજીક ભરથાણા ગામ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં 67 ટકા જેટલો વધારો કરી દેવાયો છે. કાર માટે અત્યાર સુધી રૂ. 105 વસૂલવામાં આવતા હતા પરંતુ હવે રૂ. 155 વસુલાશે.મીનીબસ માટે પહેલા રૂ. 180 વસુલવામાં આવતા હતા નવા દર રૂ. 245 લેવામાં આવશે તેમજ ટ્રક ને બસ ના પહેલા રૂ. 360 વસુલવામાં આવતા હતા જયારે નવો ભાવ રૂ. 515 કરી દેવામાં આવીયો છે.ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ આ ટોલ પ્લાઝા પરથી રોજ હજારો વાહનોની અવરજવર ભરૂચ, સુરત તેમજ મુંબઈ જવા માટે તેમજ વડોદરા તરફ આવવા માટે થતી હોય છે. સિક્સ લેન રોડ પર ભરથાણા ટોલ પ્લાઝા પર ગત રાત્રે 12 વાગ્યાથી જ ટોલના દરમાં વધારો કરી દેવાયો છે. આ ટોલ પ્લાઝા પર હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલા નવા દર મુજબ ટોલની વસૂલાત કરાશે.