GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મોકમપૂરા ગામ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

*સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મોકમપૂરા ગામ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું*.
જૂનાચામું ગામ ના વતની હાલ રહે. ઇડર *લોનવાલા બીઝનેશ નામ થી જાણીતા વિપુલભાઈ* એ *10,000. વૃક્ષો વાવવાનો* સંકલ્પ કર્યો છે જેના ભાગ રૂપે
વડાલી .ઇડર તાલુકાની અલગ અલગ શાળાઓ માં વૃક્ષા રોપણ કરી રહ્યા છે, ત્યારે રવિવારે વડાલી તાલુકા ના મોકમપૂરા ગામે શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ .સૌરભભાઈ બારોટ તથા મહિલા મંડળ અને ગ્રામજનો સાથે રહીને વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે.., 10,000,વૃક્ષો વાવવાનુ મિશન તરફ આગળ વધતા વિપુલ ભાઈ લોનવાલા નું કાર્ય ખરેખર પંથક ના તમામ લોકો આવકારી રહ્યા છે.. ત્યારે ગામના નિવૃત શિક્ષક ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ પોતાના ગામમાં વૃક્ષો વાવી અને તેમનું જતન કરવાની ખાતરી આપી હતી. હમણાં જ થોડાક સમય પહેલા નિવૃત થયેલ આચાર્ય ગિરીશ ભાઈ બ્રહ્મભટ્ટ તેમની પાછળ ની જિંદગી સંપૂર્ણ પણે સમાજ સેવા અને લોકસેવા માટે અર્પણ કરી હોય એમ જ્યાં પણ મોકો મળે ત્યાં તેઓ સેવકાર્યો માં તતપર રહેતા હોય છે ત્યારે આજે તેમના માદરે વતન માં લોનવાલા પરિવાર ને સંપૂર્ણ સહિયોગ કરી ગામના મંદિર આસપાસ વૃક્ષારોપણ કરાયું હતું.ત્યારે જાણે કે લોન વાળા પરિવાર દ્વારા *વડાપ્રધાન નો મંત્ર એક પેડ મા કે નામ* આ સૂત્ર હકીકતમાં *લોન વાળા પરિવાર* જાણે કે આ ગુજરાતની ધન્યધરા ઉપર સાકાર થતું દેખાઈ રહ્યું છે

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!