SURENDRANAGAR
થાનગઢ નગરપાલિકાના રહીશો પ્રાથમિક સુવિધા ના અભાવે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
તા.09/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
થાનગઢ ખાતે આપ નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આપ કાર્યકર્તાઓ તેમજ શહેરીજનોએ સાથે મળી નગરપાલિકાના વહીવટદારની ફરજ નિભાવી રહેલા મામલતદારને સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી થાનગઢ શહેર માં ગંદકીના સામ્રાજ્યથી લોકો પીડાઈ રહ્યા છે, ગટરો ઉભરાઈ છે, પીવાનું પાણી શુદ્ધ મળતું નથી, રોડ તૂટી ગયેલા છે, હોસ્પિટલમાં પૂરતા સંસાધન નથી, પૂરતા ડોક્ટર નથી, શિક્ષણ માટે પૂરતા બેસવાના વર્ગ નથી, બાળકોને ભણાવવા પૂરતા શિક્ષકો નથી, યુવાનો માટે ગ્રાઉન્ડ નથી, સવા લાખથી વધારે વસ્તી ધરાવતા થાનગઢ તાલુકામાં એક પણ સારી લાઇબ્રેરી નથી તામમ મુદ્દે રજૂઆત કરવામાં આવી જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો આક્રમક દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.