
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રસ્તા,માઈનોર બ્રિજ, પ્રાથમિક શાળાના ઓરડા જેવા વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું*
વિવિધ વિકાસના કામો થકી ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સારી સુવિધા મળશે – મંત્રીશ્રી નરેશભાઈ
આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વિવિધ ગામોના રોડ – રસ્તા, ઓરડા અને સામૂહિક શેડના બાંધકામ ના રૂ. ૨૨.૨૬ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદશ્રી ધવલ પટેલની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નવનિર્મિત વિકાસ કામો ન ખાતમુહૂર્ત ગ્રામજનોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આ વિકાસ કાર્યો થી ગામોને ખૂબ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે . વધુમાં મંત્રીશ્રીએ આદિવાસી વિસ્તારના લોકોના આરોગ્યની ચિંતા કરતા સિકલસેલ એનિમિયા તથા સ્વસ્થ પોષણ અંગેની અવેરનેસ વિશે પણ જણાવ્યું હતું.
ચીખલી તાલુકાના મોગરાવાડી ગામે ૫૧.૨૫ લાખ , ધોલાર ગામે ૨૭૭.૨૫ લાખ , અગાસી ગામે ૧૧૨.૭૫, ગોડથલ ગામે ૩૦૧.૨૫ લાખ , રૂમલા ગામે ૨૨૨.૩૦ લાખ , ઘેજ ગામે ૭૧૫ લાખ , ચરી ગામે ૩૮૧ લાખ , મજીગામે મલવાડા ગામે ૬૦ લાખ અને સમરોલી ગામે ૧૦૫ લાખ મળી કુલ ૨૨૨૬ લાખ ( ૨૨.૨૬ કરોડ )ના વિવિધ વિકાસ કામો માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત )ની વિવિધ યોજના હેઠળ ખાતમુહર્ત થયા હતા. ખાતમુહૂર્ત થનાર કામોમ મુખ્યત્વે એમ.એમ.જી.એસ.વાય યોજના હેઠળ રોડ રિસરફેસેનિગ તથા વાઇડિંગ કામો , મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ પ્રાથમિક શાળામાં નવા ઓરડાના કામો, માઇનર બ્રિજના કામો તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ સામૂહિક શેડ , ઓરડા તથા રસ્તાની કામગીરી વિવિધ વિકાસ કામોનો સમાવેશ થયેલા છે. કાર્યક્રમમાં જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા ગામોના સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






