
બ્યુરો રિપોર્ટ-બળવતસિંહ ઠાકોર.
વડનગરના પનોતા પુત્ર ,ભારતના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ વંદનીય આદરણીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી પ્રસંગે વડનગર મુકામે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં તારીખ 17/ 9 /2024 મંગળવારના રોજ રાત્રે 9:00 કલાકે ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં વિશ્વના નામાંકિત કલાકારો એવા અનુપ જલોટા , માયાભાઈ આહીર ,અલ્પા પટેલ તેમજ બટુક ઠાકોર દ્વારા સુંદર ભજન સંધ્યા અને લોક ડાયરો યોજાશે. સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના માન. મંત્રી શ્રી મુળુભાઇ બેરા (પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત રાજ્ય) તેમજ સાંસ્કૃતિક વિભાગના માન.અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર,ટુરીઝમ વિભાગન સચિવ શ્રી ડો.રાજેન્દ્ર કુમાર, ભૂતપૂર્વ ચેરમેન શ્રી પંકજ ભટ્ટ ગુજરાત રાજ્ય નાટ્ય એકેડેમી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી યોજાશે.
આ કાર્યક્રમની શોભા વધારવા સામાજિક અગ્રણી શ્રી સોમાભાઈ મોદી, શ્રી દિલીપભાઈ સંઘાણી( ચેરમેન શ્રી ગુજકોમાસોલ/ ઇફકો )તેમજ મહેસાણા જિલ્લા કલેકટર શ્રી એમ નાગરાજન ખાસ ઉપસ્થિત રહેશે. આવો બધા સાથે મળીને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ ને યાદગાર બનાવીએ સર્વેને આ સાંસ્કૃતિક ઉત્સવમાં ઉપસ્થિત રહેવા માટેનું ભાવભર્યુ આમંત્રણ છે




