DAHODGUJARAT

દાહોદ એ.આર.ટી.ઓ કચેરી ખાતે વિશ્વ સંભારણા દિવસ 2024 અંતર્ગત માર્ગ અકસ્માતના ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

તા. ૧૬.૧૧. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ એ આર.ટી.ઓ કચેરી ખાતે વિશ્વ સંભારણા દિવસ ૨૦૨૪ અંતર્ગત માર્ગ અકસ્માતના ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

ઇન્દોર અમદાવાદ હાઇવે ગરબાડા ચોકડી નજીક આર.ટી.ઓ કચેરી દ્વારા વિશ્વ સંભાંરણા દિવસ ૨૦૨૪ માં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા વાહન ચાલકો જે મૃત્યુ પામેલા હોય તેવા વાહન ચાલકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં નગરજનો તેમજ઼ RTO અધિકારીઓએ પ્રતિજ્ઞા લીઘી હતી કે કોઈપણ માર્ગ અકસ્માત સમયે અથવા અકસ્માત બાદ હું તુરંત જ મદદ કરીશ અને સૌ પ્રથમ ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન કરી મદદ માટે બોલાવીશ અથવા ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મદદરૂપ થઈસ.હું ગુડ સમરીટન અને માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરીસ તેમજ માનવીની મહામુલી જિંદગી બચાવીસ.અને હું મોટર સાઇકલ ચલાવતી વખતે હેલ્મેટ તેમજ મોટર કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરીશ.વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરું.તેમજ હિટ એન્ડ રન માં અકસ્માતના ભોગ બનનાર ને વળતર આપવા માટેની હિટ એન્ડ રન ૨૦૨૨ વિશે ઓછામાં ઓછા દસ વ્યક્તિઓને જાણકારી આપીસ અને આવા અકસ્માતના ભોગ બનનારને આ સ્કીમ નો લાભ મળે તે સુનિશ્ચિત કરીસ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ જેમાં આ કાર્યક્રમમાં આર.કે.પરમાર સિનિયર આરટીઓ ઇન્સ્પેક્ટર.એન.સી.પટેલ.આરટીઓ ઇન્સ્પેક્ટર.એલ એલ રાડા. આરટીઓ ઇન્સ્પેક્ટર. આર બી ચાવડા આરટીઓ ઇન્સ્પેક્ટર જિલ્લા ટ્રાફિક PSI. આર. કે.ધાધરેટીયા.ડી.પી.પરમાર. સીએસ વસાવા.૧૦૮ ના મેનેજર ધર્મેન્દ્રભાઈ. તેમજ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઈ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!