GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રાવણ મહિનો નજીક આવતા જુગારીયાઓ સક્રિય થયા,કાલોલ પોલીસે બાકરોલ ગામેથી સાત જુગારીઓને ઝડપી પાડ્યા

 

તારીખ ૨૪/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જુગાર ડ્રાઈવ ચલાવી જિલ્લામાંથી ગેરકાનૂની પ્રવૃતિ નાબૂદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોયજેના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સવેલન્સ સ્ટાફના માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાકરોલ ગામે ખોડીયાર માતાના મંદિર પાસે આવેલા જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ લાઈટ ના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડના સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ કરતા રેડ કરતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ આરોપીઓ પૈકી ૧.પીન્ટુભાઇ નાથાભાઈ ભોઈ રહે. (બોરૂ)૨.શૈલેષકુમાર કિરીટસિંહ ગોહિલ૩.કિરણસિંહ દલપતસિંહ ગોહિલ.૪ વિરેન્દ્રસિંહ ઉર્ફે રોકી ગામેન્દ્રસિંહ ૫.અનિલકુમાર ઉર્ફે અનિયો વિક્રમસિંહ ગોહિલ.૬.જયદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ૭.શૈલેષસિંહ દીપસિંહ ગોહિલ ઝડપાયેલ આરોપીઓની અંગજડતી માંથી રૃપિયા.૫૭૧૦ તેમજ દાવ પર લગાડેલ રૂપિયા.૬૬૩૦ કુલ મળી રું.૧૨૩૪૦ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે નાસી છૂટેલ આરોપી ધર્મેન્દ્રસિંહ રામસિંહ ગોહિલ અને જયેન્દ્રભાઈ રમેશ ગોહિલ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!