લુણાવાડા એસટી ડેપો ખાતે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા વિતરણ કરવામાં આવ્યા.

લુણાવાડા એસ.ટી. ડેપો ખાતે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા વિતરણ કરવામાં આવ્યા….
અમીન કોઠારી મહીસાગર
તા.૧૧/૮/૨૪
એસ.ટી.બસમાં મુસાફરી કરતા નાગરિકોને તિરંગાનું વિતરણ કરી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાવા અપીલ.
સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા એસ.ટી. ડેપો ખાતે કર્મચારીઓ એ હાથમાં તિરંગો લઈને આ અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
આ તિરંગો ફક્ત એક ધ્વજ નથી, તે આપણા શૂરવીરોના બલિદાન અને એકતાનું પ્રતીક છે. આવો, આપણે દરેકના દિલમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવી, તિરંગાને ગૌરવભેર લહેરાવીએ તેવી નેમ સાથે પોતાની ફરજ દરમિયાન કંડક્ટર મિત્રો દ્વારા મુસાફરોને પણ તિરંગાનું વિતરણ કરી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી સાથે સાથે પોતાના ઘરે તિરંગા લગાવવા અપીલ કરવામાં આવી હતી .
આ પ્રસંગે લુણાવાડા એસ.ટી ડેપો મેનેજર જાગૃતિબેન ગણાવા તેમજ ડેપોના કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા



