AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં નવી બસ સેવા શરૂ:-આહવાથી પોળસમાળ સુધીની એસ.ટી.બસને લીલી ઝંડી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા અને પોળસમાળ ગામોને જોડતી નવી એસ.ટી.બસ સેવાનો આજે પ્રારંભ થયો છે.લાંબા સમયથી બસની સુવિધા ન મળતા સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો હવે અંત આવ્યો છે.આ નવી બસ સેવા શરૂ થવાથી બંને ગામના લોકોને અવર-જવર અને રોજિંદા કામકાજમાં ઘણી સરળતા રહેશે.આ પ્રસંગે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ડાંગ જિલ્લાના અગ્રણી નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અહી આહવા એસ. ટી. ડેપોના મેનેજર કિશોરસિંહ પરમર અને આહવાના સરપંચ  હરિચંદ ભોયે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા સદસ્ય નિલમબેન ચૌધરી અને ભાજપના સ્થાનિક આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.આ નવી બસ સેવા શરૂ થવાથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. આ બસ નિયમિતપણે આહવા અને પોળસમાળ વચ્ચે દોડશે, જેનાથી લોકો સમયસર પોતાનાં સ્થળોએ પહોંચી શકશે અને મુસાફરી સરળ અને સુરક્ષિત બનશે..

Back to top button
error: Content is protected !!