GUJARATSAYLA

થાનગઢ વિસ્તારમાં ત્રિપલ મર્ડર ની ઘટના બનતા ચકચાર.

મર્ડર કેસમાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત.થાનગઢ ત્રિપલ મર્ડર ની ઘટનામાં પોલીસે ચાર આરોપી ને ઝડપી પાડયા‌.હજુ બે આરોપી પકડી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે.ચાર આરોપી ને ઝડપી ચારેય આરોપી નુ સરઘસ કાઢવામાં આવ્યું.તમામ આરોપી ને ફાંસી ની સજા થાય એવીપરિવારજનો ની માંગણી.થાનગઢ પોલીસ સ્ટેશનમા લીંબડી ડી.વાય.એસ.પી સહિતના પોલીસ કર્મચારીઓ પહોંચ્યા.સાયલાના નિનામા ગામના રહેવાસી થાનગઢના વિસ્તારમાં રહેતા માતા,પિતા અને પુત્રની હત્યા.મંજુબેન બજાણીયા નુ સારવાર દરમિયાન મોત નિપજતાં ચકચાર મચી જવા પામી છે.મંજુબેન બજાણીયા,ભાવેશભાઈ ઘુઘાભાઈ બજાણીયા તથા ઘુઘા ભાઈ ધનાભાઈ બજાણીયા નામના વ્યક્તિની ક્રુર હત્યા.જેમનું મૂળ ગામ સાયલાના નીનામા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે‌.થાનગઢમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.પ્રેમ સંબંધ નાં વેર ભાવ રાખી હત્યા કરી હોવાની શક્યતાથાનગઢ તાલુકાના મોરથળા,રોડ પર સારસાણા વાડી વિસ્તાર માં ગઈ કાલે મોડી રાત્રે ડબલ મર્ડર ની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થાનગઢ પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે. મૃતકો માં ભાવેશ ઘુઘાભાઈ બજાણીયા ઉંમર વર્ષ આશરે ૨૭ તથા ઘૂઘાભાઈ ધનાભાઈ બજાણીયા ઉંમર વર્ષ આશરે ૬૦અને માતા મંજુબેન બજાણીયા ઉંમર વર્ષ ૫૫ હોવાનું જાણવા મળ્યું છે.આરોપીએ ઘરમાં ઘૂસીને બંને પિતા,પુત્ર અને માતા નુ છરીથી મર્ડર કર્યાનું હોવાનુ જાણવા જાણવા મળ્યું છે. આ બનાવની થાનગઢ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પોલીસ બંદોબસ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!