શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌમોટા માં ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

11 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સમૌમોટા કેળવણી મંડળ સંચાલિત સદર શાળામાં ડૉ .બાબાસાહેબ આંબેડકરજી ની પૂણ્યતિથિ નિમિત્તે શાળાના મ .શિક્ષક શ્રી હિતેન્દ્રભાઈ સોલંકી ના સુપુત્ર ચિ.પ્રજ્ઞેશના લગ્ન પ્રસંગ નિમિત્તે શાળાના ટ્રસ્ટીશ્રીઓ, શાળા તમામ બાળકો, શાળા પરિવાર તેમજ ગામના આગેવાનો સાથે સમરસ ભોજન નું સુંદર આયોજન કરવામાં આવેલ.તે ઉપરાંત લાયન્સ ક્લબ ડીસા ના લા.હિતેશભાઈ અવસ્થી અને તેમની ટીમ દ્વારા અગાઉ નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરેલ તેમાંથી 27 બાળકોને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો. સાથે સાથે શાળાની વિવિધ પ્રવૃત્તિઓ ભાગ લીધેલ 108 બાળકોને પ્રોત્સાહન ઈનામ સ્વરૂપે એક પેડ(પાટિયું) અને પેન્સિલ- પેન પાઉચ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ.શાળા સંચાલક મંડળે તથા ગ્રામજનો એ સદર કાર્યને બિરદાવી બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવી.






