
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા ભચાઉ ખાતે જીવદયા અને માનવસેવાનો ત્રિવેણી સંગમ
મુંદરા,તા.૨૭: તા. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપની આજે ૨૫મી વરસી નિમિત્તે દિવંગત આત્માઓની શાંતિ અર્થે શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા ભચાઉ ખાતે ભવ્ય ‘અનુકંપાદાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાત-જાતના ભેદભાવ વગર યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો જરૂરિયાતમંદો અને મૂંગા જીવોની સેવા કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
વહેલી સવારે ૭:૪૫ કલાકે પૂજ્ય મુનિરાજશ્રી મુક્તિ મનનવિજયજી મહારાજ સાહેબ, મુનિરાજશ્રી કૃતપુણ્ય વિજયજી મસા તથા અનંતસિદ્ધ વિજયજી મસા દ્વારા માંગલિક સંભળાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પૂજ્ય મહારાજ સાહેબે કેન્દ્રની સેવાકીય ભાવનાને બિરદાવતા જણાવ્યું હતું કે અનુકંપા કેન્દ્ર દ્વારા થઈ રહેલું આ કાર્ય ઉત્તમમાં ઉત્તમ છે.
વિવિધ દાતાઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં સેવાનો ધોધ વહ્યો હતો.
* માનવ સેવા: સવારના સમયે આશરે ૯૦૦ લોકોએ ચા-નાસ્તાનો અને બપોરે ૨૫૦૦ જેટલા લોકોએ શુદ્ધ ભોજનનો લાભ લીધો હતો.
* જીવદયા: પક્ષીઓને ચણ, શ્વાનોને લાડુ અને ગૌમાતાને લીલો ચારો અર્પણ કરી અબોલ જીવો પ્રત્યે સંવેદના પ્રગટ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મહાવીર અનુકંપા કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધીરજભાઈ મહેતા, અરવિંદભાઈ મહેતા, અશોકભાઈ વોરા અને તુષારભાઈ કુબડીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રીઓ સતીષ મહેતા, પ્રવીણભાઈ ગાંધી, બિપિનભાઈ ભણસાલી તથા જૈન યુવક મંડળના પ્રમુખ ધર્મેશ મહેતા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓશવાળ સમાજના આગેવાન જખુભાઈ તથા વિવિધ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી.
મૂળ લોડાઈના અને હાલ મુંદરા સ્થિત અરવિંદભાઈ ધનજી મહેતાએ જીવદયાને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે. તેમના નેતૃત્વમાં થઈ રહેલા અનેકવિધ કાર્યોની લોડાઈ મહેતા પરિવાર અને ગ્રામજનોએ ભૂરિ-ભૂરિ અનુમોદના કરી હતી. સમગ્ર આયોજન અંગે મુંદરાથી વિનોદ મહેતાએ વિગતો પૂરી પાડી હતી.








વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




