
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દેવ ઉઠી અગિયારસને બુધવારે વઘઇ અંબા માતાના મંદિર ખાતે રાત્રે યોજાયેલ આ કાર્યક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાનો વિવાહ કરાયો હતો, જેમાં ભરવાડ સમાજના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતાં. જેમાં વઘઇના ભરવાડ સમાજના આગેવાન દેવાભાઇ સોહલાના ઘરે છે ભગવાન શ્રી કૃષ્ણનો વરઘોડો બેન્ડ વાજા સાથે નીકળ્યો હતો. આતશબાજી રાસ ગરબા સાથે આ વરઘોડો સમગ્ર નગરમાં ફર્યો હતો. આ સાથે ભવ્ય મામેરૂ ભરવામાં આવ્યું હતું. જેમાં તુલસી માતાને સૌળે શણગારથી સજાવામાં આવ્યા હતાં.આ પ્રસંગે સાઈ મિત્ર મંડળ ના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી ને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો





