પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી રાખવાનો સંકલ્પ કરી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું

31 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શક્તિ પીઠ અંબાજીને સ્વચ્છ યાત્રાધામ , પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ કરવા દુકાનદારો અને ગ્રામજનોને તિલક કરી,રક્ષા સૂત્ર બાંધી પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી રાખવાનો સંકલ્પ કરી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું.શક્તિ પીઠ અંબાજી ગામમાં સફાઈ અભિયાનની સાથે સાથે દુકાનદારો અને સ્થાનિક ગ્રામજનોને માતાજીના ધામને પ્લાસ્ટિક મુક્ત કરી સ્વચ્છ અને સુઘડ રાખવા કુમકુમ તિલક કરી ગુલાબનું ફુલ આપીને યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો. માતાજીના ધામને સ્વચ્છ અને પવિત્ર રાખવાનો નિર્ધાર કરાવવામાં આવ્યો. આગામી સમયમાં યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા માટે દંડની કાર્યવાહી અમલમાં મુકવામાં આવનાર છે. આજ આ કાર્યક્રમમાં અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, અંબાજીના મુખ્ય કારોબારી અધિકારી કૌશિક મોદીની આગેવાની હેઠળમાં કરવામાં આવ્યો. આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, અંબાજીનો સ્ટાફ, અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા અંબાજી મંદિર સ્ટાફ હાજર રહેલ.






