ARAVALLIGUJARATMODASA

ધનસુરા પો. સ્ટેશનની હદમાંથી કતલખાને લઇ જવાના ઇરાદે 12 પાડા તેમજ 1 ભેંસને અરવલ્લી LCB એ બચાવી, પીકઅપ ડાલા સાથે બે આરોપીઓ ની કરાઈ ધરપકડ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ધનસુરા પો. સ્ટેશનની હદમાંથી કતલખાને લઇ જવાના ઇરાદે 12 પાડા તેમજ 1 ભેંસને અરવલ્લી LCB એ બચાવી, પીકઅપ ડાલા સાથે બે આરોપીઓ ની કરાઈ ધરપકડ

ધનસુરા પો.સ્ટેના હદમાં ધનસુરા ચાર રસ્તા ઉપરથી પશુઓની હેરાફેરી દરમ્યાન મહિદ્રા પીકઅપ ડાલામાં પાડા નંગ-12 તથા એક ભેસ મળી કુલ કિ.રૂ.41,000/-તથા પીકપ ડાલાની કિંમત રૂ.4,00,000/-મળી કુલ કિં.રૂ.4,41,000/-ના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને સફળતાં હાથ લાગી હતી મુંગા પશુઓની હેરાફેરી તથા પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાનો અધિનિયમ હેઠળ ગુન્હાઓ શોધી કાઢવા અને પરિણામલક્ષી કામગીરી કરવા સારુ જે સુચના આધારે એચ.પી.ગરાસીયા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.અરવલ્લી-મોડાસા નાઓની નેતુત્વમાં એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓએ પશુઓની હેરાફેરી તથા પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાનો અધિનિયમ હેઠળ ગુન્હાઓ શોધી કાઢવા અને અસરકારક કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધનસુરા ચાર રસ્તા નજીક જતાં બાતમી હકીકત મળેલ કે એક પીક અપ ડાલાનં GJ 01.KT.1944 માં ભેસો તથા પાડા ઓ મરણ તોલ હાલતમાં ભરી મોડાસા તરફ થી અમદાવાદ તરફ જનાર છે.જે બાતમી હકીકત આધારે મોડાસા તરફ થી આવતા વાહનો ચેક કરતાં હતાં દરમ્યાન મોડાસા તરફ થી ઉપરોકત હકીકત વાળૂ મહિદ્રા પીકઅપ ડાલુ આવતા તેને લાઇટ ના અજવાળે રોકતા ઇશારો કરતાં તેના ચાલકે રોડની સાઇડમા ઉભુ રાખતા સદર મહીંદ્રા પીક અપ ડાલાનં GJ 01.KT.1944 નુ હોઇ અને ડાલામાં બે ઇસમો હોય જેમાં તેના ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અલમાસ રાસીદભાઇ સીપા ઉ.વ.26 રહે.બહેરામપુરા જુની રસુલ કડીયાની ચાલી અમદાવાદનો હોવાનુ જણાવેલ તથા બીજા ઇસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ ઇબ્રાહીમ મોહમ્મદભાઈ પઠાન ઉ.વ.27 રહે.બહેરામપુરા અલ્લાહનગર અમદાવાદ નો હોવાનુ જણાવેલ જેમાં સદર મહિદ્રા પીક અપ ડાલાના ડ્રાઇવરને સાથે રાખી ડાલાના પાછળની બોડીના ભાગે જોતા લાકડાના પાટીયા ફીટ કરેલ હોઈ અને અંદર જોતા પાડા તથા ભેસ ભરેલ હોઈ જેથી ડાલામા લાઇટના અજવાળે જોતાં પાડા નંગ-12 કાળા રંગના આશરે એક વર્ષ થી બે વર્ષની આસપાસ તથા ભેસનંગ-01 કાળા રંગની આશરે 4 વર્ષની જે હલન ચલન ન કરી શકે તે રીતે દોરડા વડે બાંધી ભરેલ હતા જે એક પાડાની કિ.રૂ.3000/- ગણી કુલ પાડાનંગ-12 ની કિ.રૂ. 36000/- તથા ભેસ નંગ-01 જેની કિ.રૂ.5000/- ગણાય એમ પાડા તથા ભેસની કુલ મળી કુલ કિ.રૂ.41,000/-ગણાય જે પશુઓની હેરાફેરી બાબતે હાજર બન્ને ઈસમો પાસે પરમીટ માગતાં પોતાની પાસે કોઇ પાસ પરમીટ ન હોવાનું જણાવેલ જેથી તમામ પશુઓને ભરી કતલખાને લઈ જવાના ઇરાદે ભરેલ હોવાનુ જણાયેલ હોય સદરી ભરેલ પશુઓ પાડા તથા ભેસ ભરી કયા લઈ જાય છે જે બાબતે પુછતાં હાજર બન્ને ઇસમો જણાવતા હોઈ કે આ પાડા તથા ભેસ ભરી આપનાર નજીર ખીમા મુલતાની રહે.રાણાસૈયદ તા.મોડાસા જી.અરવલ્લીનાએ ભરી આપેલ હતા તેમ જણાવતા હોઈ અને ક્યા લઇ જવાના હતા તે બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી સદર મહિદ્રા પીકઅપ ડાલમાં ભરેલ કુલ પાડા નંગ-12 ની કિ.રૂ. 36,000/-ની તથા ભેસનંગ-01 ની કિ.રૂ.5000/-જેની કુલ કિ.રૂ.41,000/- તથા મહિદ્રા પીકઅપ ડાલાની કિ.રૂ.4,00000/-નો મુદ્દામાલ મળી આવેલ જે પશુઓને દોરડા વડે હલન ચલન ન થાય તે રીતે બાંધી ગાડીમાં પાણી કે ઘાસ ચારાની સગવડ નહી રાખી પશુઓને કતલખાને લઇ જવાના ઇરાદે હેરાફેરી કરતાં મળી આવેલ હોય તમામ આરોપીઓને ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપવા તજવીજ કરેલ હતી અને ગૂન્હો દાખલ કરવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!