Rajkot: પોલીટેકનીક ખાતે ‘ગ્રાહકના અધિકારો અને સાયબર સુરક્ષા’ અંગે સેમીનાર યોજાયો

તા.૧૭/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે ‘ગ્રાહકના અધિકારો અને સાયબર સુરક્ષા’ વિષય પર સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં મુખ્ય વક્તા એડવોકેટશ્રી એ. વી. જોષીએ ગ્રાહકોને પ્રાપ્ત વિવિધ કાનૂની અધિકારો, કાનૂની તાકાત તેમજ પર્યાવરણને અનુલક્ષીને ગ્રાહક તરીકેની ફરજો વિશે માર્ગદર્શન આપ્યું હતું. જયારે સાયબર ક્રાઈમ પી.આઈ. શ્રી આર.જી.પઢિયાર અને શ્રી અભયભાઈ શાહે આજની ડિજિટલ દુનિયામાં સાયબર જોખમો, ફ્રોડ, સોશિયલ મીડિયા તેમજ સાઈબર સિક્યુરિટી માટેની ટીપ્સ તથા પ્રેક્ટીકલ ડેમો આપી સમજાવ્યા હતા.
આ તકે પોલીસ સબઇન્સ્પેક્ટર શ્રી પી. જી. આલા, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રાજકોટના જિલ્લા સચિવ એડવોકેટશ્રી એ.વી.જોષી, સરકારી પોલીટેકનીકના પ્રિન્સિપાલશ્રી ડો. એ. એસ. પંડયા , બી.કે. મોદી ફાર્મસી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ડો. નિલેશ પટેલ, વુમેન્સ ડેવલપમેન્ટ સેલના કન્વીનર કુ. વી. એમ. પટેલ તેમજ વિવિધ શાખાઓના વ્યાખ્યાતાઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ઉપસ્થિત રહ્યા હતાં.





