વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં રાજનગાવથી મશીનરી સામાનનો જથ્થો ભરી ઝઘડિયા તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.03.બી.વી.8946 જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા બેકાબુ બની માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહીત મશીનરી સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારીક બચાવ થયેલ છે.જ્યારે બીજા બનાવમાં પુણેથી બરોડા તરફ જઈ રહેલ પ્રવાસી કાર.ન.એમ.એચ.14.એલ.એલ.7826 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બાજ ગામ નજીક ચાલકને અચાનક ઝોકું આવી જતા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડમાં ભેખડો સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે અહી કારનાં બોનેટનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો. જ્યારે કારમાં સવાર પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..
Sorry, there was a YouTube error.
Follow Us