
નર્મદા : સાગબારાના ચોપડવાવ ખાતેથી શેરડીની આડમાં ઈગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા, એક સામે ભરૂચ જિલ્લામાં ૩૫ ગુનાહ
રાજપીપળા : જુનેદ ખત્રી
નવા વર્ષેજ નર્મદા જિલ્લા એલસીબીને દારૂ ઝડપી પાડવામાં મોટી સફળતા સાંપડી છે જેમાં ઝડપાયેલા બે આરોપીમાંથી એક આરોપી તો રીઢો બુટલેગર છે જેની સામે ભરૂચ જિલ્લામાં જુદાજુદા પોલીસ મથકમાં પ્રોહીબિશન અને ચોરી સહિતના ૩૫ ગુનાહ નોંધાયેલા છે
મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી.નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા એલસીબી સ્ટાફ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર એવા સાગબારા તાલુકામાં વોચમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પીકઅપ ગાડીમાં શેરડીની આડમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો છે ત્યારે સાગબારાના ચોપડવાવ પાસે બાતમી વાળી પીકઅપ ગાડી GJ-16-AV-7855 માં શેરડીની આડમા સ્પેશયલ ચોર ખાનામાં સંતાડેલો ભારતીય બનાવટનો અલગ અલગ બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત કિ.રૂ. ૮,૧૭,૬૨૦/- તથા પીકઅપ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૩,૩૨,૬૨૦/- નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે આરોપી (૧) સતિષ ઉર્ફે સત્યો ગાંડો ચંદુભાઇ વસાવા રહે. નવાગામ, કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચ (૨) ગણેશસિંગ જગદીશસિંગ રાજપુત રહે.ટોપાસ, પોસ્ટ-રામગઢ, દોલતપુરા કેસરપુરા, જી.અજમેર હાલ રહે.નવાગામ, કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચ વોન્ટેડ આરોપી (૩) મિતેશ ઉર્ફે કાલો ઇશ્વરભાઇ વસાવા રહે. નવાગામ, કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચનાઓએ એક ટીયાગો ગાડી રજી.નંબર GJ-19-XX-1555 ની લઈ પાયલોટીંગ કરી નાકાબંધી દરમ્યાન ગાડી લઈ નાશી જઈ તેમજ સદરહું પકડાયેલ પ્રોહી મુદ્દામાલ (૪) ગણેશ ઉર્ફે દિનેશ (શુટર) રહે.ખેતીયા (મધ્યપ્રદેશ) વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત આરોપી (૧) સતિષ ઉર્ફે સત્યો ગાંડો ચંદુભાઇ વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં કુલ ૩૫ ગુનાહ નોંધાયેલા છે




