GUJARAT
સાધલી ગામે વીજળી પડતાં આશરે ચાર થી પાંચ જેટલા ઘરોના વીજ ઉપકરણો ફૂકાતા લાખોનું નુકશાન
ફૈઝ ખત્રી...શિનોર શિનોર પંથકમાં ગતરોજ હવામાન વિભાગની આગાહી મુજબ સાંજે ભારે પવન ના સૂસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેમાં શિનોર તાલુકાના સાધલી ગામે ચોળા પાસેના ઘરો પર વીજળી પડવાની ઘટના બની હતી.જેમાં અંદાજિત ચાર થી પાંચ જેટલા ઘરોના સિલીંગ ફેન,ટી.વી,ફ્રીઝ,ઘરઘંટી,એ.સી,સહિતના વીજ ઉપકરણો અને મકાન ના વાયરીંગ આકાશી વીજળી પડતાં ફૂંકાઈ ગયા હતા.જેમાં ચાર થી પાંચ ઘરોના રહીશોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.જ્યારે કેટલાક ઘરોની દીવાલોમાં તિરાડો પણ પડી જવા પામી છે.ત્યારે આકાશી વીજળી પડવાના કારણે ચાર થી પાંચ ઘરોના રહીશોને થયેલ લાખો રૂપિયા ના નુકશાન ને લઈને સરકાર દ્વારા નુકસાનીનું યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહિ થતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.








