ARAVALLIGUJARATMODASA

માલપુર તાલુકાના બે આયુષ્યમાન આરોગ્ય મંદિર-આંબલીયા અને સોમપુર ને રાષ્ટ્રીય કક્ષાના ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ મળ્યો.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

માલપુર તાલુકાના બે આયુષ્યમાન આરોગ્ય મંદિર-આંબલીયા અને સોમપુર ને રાષ્ટ્રીય કક્ષાના ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ મળ્યો.

NQAS પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નૅશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ NQAS અંતર્ગત કેન્દ્ર સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ અને વેલનેસ સેન્ટરની આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ અપાય છે. આ પ્રક્રિયા દરમ્યાન આરોગ્ય વિભાગના સ્ટાફનું આરોગ્યલક્ષી જ્ઞાન રજીસ્ટર અને આપવામાં આવતી આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે.

NQAS અંતર્ગત આરોગ્ય સેવાઓની ગુણવત્તાની ચકાસણીમાં સગર્ભા પ્રસૂતાની સેવા, બાલ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપીરોગનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની ગુણવત્તાની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા ઓગસ્ટ-૨૦૨૪ માં તાલુકા-માલપુરના આયુષ્યમાન આરોગ્ય મંદિર-આંબલીયા પ્રા.આ.કેન્દ્ર-જીતપુર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર સોમપુર પ્રા.આ.કેન્દ્ર-સાતરડા ખાતે કરવામાં આવેલ.

વર્ષ 2024-25 દરમ્યાન અરવલ્લી જીલ્લાના તાલુકા-માલપુરના આયુષ્યમાન આરોગ્ય મંદિર-આંબલીયા 92.83% પ્રા.આ.કેન્દ્ર-જીતપુર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર સોમપુર 85.75% પ્રા.આ.કેન્દ્ર-સાતરડા સાથે તમામ માપદંડોમાં ખરા ઉતરતા તેમને NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર-આંબલીયા અને સોમપુર ની ઓપીડી, લેબોરેટરી, આઇપીડી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમીનીસ્ટ્રેટીવ બાબતે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમે મૂલ્યાંકન કર્યું હતું. તે દરમ્યાન આંબલીયા અને સોમપુર ને રાષ્ટ્રીય ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ મળતા આરોગ્ય સેવાઓમાં વધારે સુધારો થશે અને વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો બહોળો લાભ મળી રહેશે.

Back to top button
error: Content is protected !!