હાલોલ મહાજન આરોગ્ય સેન્ટર ખાતે ડાયાલાસીસીસના બે મશીન તેમજ કે.એસ.શેઠ પ્રસૂતિ ગૃહ ખાતે લેબર ટેબલ તેમજ ઓટી લાઈટિગનુ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૧૨.૨૦૨૫
હાલોલ મહાજન આરોગ્ય સંચાલિત ડાયાલાસીસીસ સેન્ટર ખાતે ડાયાલાસીસીસના બે મશીન તેમજ કે.એસ.શેઠ પ્રસૂતિ ગૃહ ખાતે લેબર ટેબલ તેમજ ઓટી લાઈટિંગ નું સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,તેમજ પોલીકેબ કંપની લિમિટેડના ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી, ટીકીટાર ઇન્દ્રસટિટ ના ડાયરેક્ટ પપ્પીભાઈ અને સનફાર્મા કંપનીના મયંકભાઈ ભગતની ઉપસ્થિતિમાં દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ આ પ્રસંગે કજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર તેમજ દાતાશ્રીઓ તેમજ મંડળના ટ્રસ્ટી ભરતભાઈ પરીખ, પંકજભાઈ પરીખ અને દિવ્યાંગ ભાઈ મહેતા તેમજ હોસ્પિટલના કર્મચારીઓ અને નગરના આગેવાનોની ઉપરસ્થિત રહ્યા હતા.હાલોલ નગરના બસ્ટેન્ડ સામે આવેલ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ દ્વારા મેડિકલ સેવાઓ રાહત દરે પૂરી પાડવામાં આવે છે જેમાં કે. એસ.શેઠ પ્રસૂતિ ગૃહ પીએમ.પરીખ જનરલ હોસ્પિટલ, સીવીસા ડાયાલિસિસ સેન્ટર, ફીજીયો થેરાપી સેન્ટર, બ્લડ બેન્ક સહિત વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા હાલોલ નગર સહિત તાલુકાના દર્દીઓ માટે રાહત દરે સેવા પૂરી પાડવામાં આવે છે જેમાં આજરોજ દાતાશ્રીઓ દ્વારા અનુદાન મળતા ડાયાલાસીસીસ સેન્ટરમાં વધુ નવા બે ડાયાલાસીસીસ મશીન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેવીજ રીતે પ્રસૂતિ ગૃહમાં અધ્યયન ટેક્નોલોજી વાળું ઓટી લાઈટિંગ સાથેનું લેબર ટેબલ પણ કાર્યરત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ,હાલોલ ભાજપ શહેર પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ના ભાજપા કાર્યકર્તાઓ તેમજ મંડળના સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.












