
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામના બે મકાનમાં આગ લાગી : ફાયર ટીમે લાગેલી આગ પર કાબુ મેળવ્યો
મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામે શુક્રવાર વહેલી સવારે બે મકાનોમાં અચાનક આગ લાગતાં અફડા તફડી મચી જવા પામી હતી ફાયર બ્રિગેડની ટીમે આગપર કાબુ મેળવ્યો હતો
બ્રાહ્મણ કોટડા ગામે નિરૂ કટારા અને વલ્લભ કટારાના બે રહેણાંક મકાનમાં વહેલી સવારે આગ લાગતાં બંન્ને મકાનોમાં ઉઘી રહેલ ઘરના સભ્યો સહીસલામત રીતે ઘર બહાર નીકળી ગયા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મોડાસા ખાતે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ગણત્રીના સમયમાં ફાયર ટીમ વૉટરબ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.સર્જાયેલ શોર્ટ સર્કિટના કારણે અન્ય ૧૦ જેટલા મકાનો ને વીજ ઉપકરણોને પણ નુકશાન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી બંન્ને મકાનોમાં ઘર વખરી બળીને ખાખ થઇ ગઇહતી તલાટી દ્વારા ઘટના સ્થળનુ પંચનામુ બનાવી તાલુકા પંચાયત ખાતે મોકલી અપાયુ હતુ





