AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં શામગહાન ગામ ખાતે ગેરકાયદેસર ગંજી પાનાનો જુગાર રમનાર બે ઝડપાયા જ્યારે ચારને વોન્ટેડ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સાપુતારા પોલીસ મથકની ટીમે શામગહાન ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છૂટનાર ચાર જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા અને અ.હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ સરવૈયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે શામગહાન ગામ ખાતે રહેતા  સોમાભાઈ તુળીયાભાઈ રાઉતના મકાનનાં ખુલ્લી ઓસરીમાં લાઇટના અજવાળે જાહેરમાં કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ એન.ઝેડ.ભોયા અને સ્ટાફના માણસોએ શામગહાન ખાતે રેડ કરી હતી.ત્યારે પોલીસે સ્થળ પરથી ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા સોમાભાઈ તુળીયાભાઈ રાઉત તથા પ્રતિકભાઈ સંજયભાઈ ઠાકરે (બંને રહે. શામગહાન  તા.આહવા જી.ડાંગ  )ની અટકાયત કરી હતી. તેમજ પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છૂટનાર 1. મુન્નાભાઈ ગોવિંદભાઈ બાગુલ ,2. અક્ષય ભાઈ મનાભાઈ ચૌહાણ, 3. વસંતભાઈ જીવલ્યા ભાઈ 4. કાસ્યાભાઈ  કાશીરામભાઈ ઠાકરે (તમામ રહે .શામગહાન) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા 1710/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસની ટીમે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!