વાંસદા શહેરના સરદાર પટેલ બાગના “અમૃતભાઈ હરકિશનભાઈ પંચાલ પ્રવેશદ્વારનું”ખાત મુહૂર્ત તેમના ધર્મ પત્ની હસ્તે કરવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
નવસારી જિલ્લાના વાંસદા શહેરના મધ્યે આવેલ સરદાર બાગનું નવીનીકરણ કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજરોજ મેઈન પ્રવેશદ્વાર નું ખાતમુહૂર્ત વર્ષ ૧૯૯૯-૨૦૦૦ માં સરપંચશ્રી અમૃતલાલ હરકિશનભાઈ પંચાલ કુશળ નેતૃત્વ વ-શ્રેષ્ઠ કામગીરીને લઈ વાંસદા ગ્રામ પંચાયત ને રાજ્યકક્ષાનો શ્રેષ્ટ એવોર્ડ અપાવનાર “અમૃતભાઈ હરકિશનભાઈ પંચાલ પ્રર્વેશદ્વાર”નું
ખાત મુહૂર્ત સ્વ.અમૃતભાઈના ધર્મ પત્ની બકુલાબેન એ.પંચાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પિયુષભાઈ પટેલ સહિત સંજયભાઈ પટેલ,સંજયભાઈ બિરારી,રાકેશભાઈ શર્મા, બાબજુભાઈ ગાયકવાડ, વાંસદાના સરપંચ ગુલાબભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રીમતી હેમાબેન શર્મા, સમાજસેવક વિરલભાઈ વ્યાસ, દીપકભાઈ શર્મા,રાજીતભાઈ પાનવાલા, રસિકભાઈ સુરતી,ઘનશ્યામભાઈ વ્યાસ,નટુભાઈ પંચાલ, દિનેશભાઇ સુરતી, બાબુભાઈ પટેલ સહિત પંચાલ સમાજના ભાઈઓ બહેનો તેમજ વાંસદા ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ સરદાર બાગના પ્રર્વેશદ્વાર ભૂતપૂર્વ સરપંચશ્રી સ્વ.અમૃતભાઈ હરકિશનભાઈ પંચાલના નામકરણ સાથે તેમના ધર્મ પત્ની હસ્તે કરવામાં આવતા વાંસદા ગ્રામવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો…