GUJARATKARJANVADODARA

સારીંગ ગામ પાસે રેતીના સ્ટોક પર કરંટ લાગતાં 2 મજૂરના મોત

સારિંગ રોડ ઉપર આવેલા ભાગ્યલક્ષ્મી સેલ્સ એન્ડ સપ્લાયર નામના રેતીના સ્ટોક ઉપર કરંટ લાગતા 2 કામદારોના મોત

નરેશપરમાર. કરજણ,

સારીંગ ગામ પાસે રેતીના સ્ટોક પર કરંટ લાગતાં 2 મજૂરના મોતસારિંગ રોડ ઉપર આવેલા ભાગ્યલક્ષ્મી સેલ્સ એન્ડ સપ્લાયર નામના રેતીના સ્ટોક ઉપર કરંટ લાગતા 2 કામદારોના મોત

કરજણ તાલુકાના નારેશ્વરથી સાંસદોદ રોડ ઉપર આવેલ સારીંગ ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી સેલ્સ એન્ડ સપ્લાયર નામના રેતીના સ્ટોક ઉપર મંગળવારે 2 મજૂરો રેતી ચરવાનો પ્લાન્ટ સાફ કરી રહ્યા હતા. ત્યારે નજીકમાં ભરાયેલા પાણી કાઢવાની મોટરનો અચાનક કરંટ ઉતરતા બંને મજૂરોને કરંટ લાગવાથી બંને મજૂરના ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે આ બાબતની જાણ પોલીસને થતા કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નારેશ્વરથી સાંસોરદ સુધીમાં રોડની આજુબાજુમાં અસંખ્ય રેતીના સ્ટોકના ઢગલા આવેલા છે. આ રીતે સ્ટોકો પરથી રેતીને ચારીને મોટા શહેરોમાં સપ્લાય કરવામાં આવે છે. છેક મુંબઈ સુધી ચારેલી રેતી પહોંચાડવામાં આવે છે. જેમાં સારીંગ ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી સેલ્સ એન્ડ સપ્લાયર નામના સ્ટોક ઉપર મંગળવારે રેતી ચાળવાના પ્લાન્ટમાંથી રેતી સાફ કરતી વખતે બાજુમાં આવેલ પાણીની નિકાલ કરવાની મૌટરનો અચાનક કરંટ ઉતરતા રેતીનો પ્લાન્ટ સાફ કરી રહેલા બે મજૂરોને કરંટ લાગ્યો હતો. જેમાં બંને મજૂર આનંદભાઈ મુકુંદભાઈ બારોટ ઉમર વર્ષ 32 રહે. પુનિતપુરા મૂળ રહે. જંબુસર તેમજ રાજુભાઈ રમેશભાઈ વસાવા ઉ.વ. 22 રહે પુનિતપુરાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. કરંટ લાગવાની ઘટનાની જાણ કરજણ પોલીસને કરતા કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે વીજ કંપનીના અધિકારીને જાણ કરી કરંટ કયા કારણોસર ઉતર્યો છે અને કેવી રીતે કરંટ લાગ્યો છે એ દિશામાં તપાસ હાથ ધરી છે. મરણ ગયેલ બંન્ને યુવાનોની લાશને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોટમ માટે મોકલી અપાઈ છે. આમ રેતીના સ્ટોક ઉપર કોઈપણ જાતની સેફ્ટીના સાધનો વગર મજૂરો પાસે કામ કરાવાઈ રહ્યું છે. મોટા ડુંગર જેવા રેતીના ઢગલાઓમાંથી રેતીનું વહન કરાઈ રહ્યું છે. પરંતુ કર્મચારીઓની સેફ્ટીનું કોઈ ધ્યાન રખાતું નથી આ બનાવ ને પગલે સમાજ ના આગેવાનો ઘટના સ્થળ પર પોહચી ગયા હતા મોડી રાત સુધી ઘટના સ્થળ પર બેસી ગયા હતા ને મુતક ના પરિવાર ને યોગ્ય વળતર અપાવવા માં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!