22 જુન 2025
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
રાજકોટ અને કાલાવડ ખાતે આવેલી ગુજરાતની અગ્રણી આંખની હોસ્પિટલ સાવલિયા આંખની હોસ્પિટલ પોતાની 20મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આંખની સારવારના ક્ષેત્રે નવા ધોરણો સ્થાપિત કરી રહી છે. સાવલિયા આંખની હોસ્પિટલમાં નવા બે વિભાગોની શરૂઆત કરવામાં આવી છે, જે સૌરાષ્ટ્રના લોકો માટે અદ્યતન સારવારની સુવિધા પૂરી પાડશે.
ન્યૂરો-ઓપ્થેલ્મોલોજી વિભાગ કે જે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત શરૂ થયો છે. આ વિભાગ મગજ સાથે સંલગ્ન આંખની સમસ્યાઓની સારવાર માટે સમર્પિત છે. આ વિભાગ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાશે, કારણ કે તે આંખની જટિલ સમસ્યાઓનું નિદાન અને સારવાર રાજકોટ તથા સૌરાષ્ટ્રના લોકોને સ્થાનિક રીતે ઉપલબ્ધ કરાવશે. બીજો નવો વિભાગ ગ્લુકોમા (ઝામર) સારવાર માટે બનાવવામાં આવ્યો છે, જે આંખની દ્રષ્ટિ કાયમ માટે ગુમાવવાના જોખમને ઘટાડવા માટે અગત્યનું પગલું છે. ન્યૂરો-ઓપ્થેલ્મોલોજી વિભાગની શુભ શરૂઆત સાથે આ વિભાગમાં ડૉ. ગૌતમ કુકડીયા પણ જોડાયા છે. ડૉ. ગૌતમ કુકડિયાએ MBBS, DNB (ઓપ્થેલ્મોલોજી)નો અભ્યાસ કર્યો છે અને તેઓએ તમિલનાડુના પ્રતિષ્ઠિત The Eye Foundation Group Of Hospital માં 14 વર્ષ સુધી સેવા આપી છે. તેમણે 15,000થી વધુ રેટિના લેસર સર્જરીઓ અને 7,000થી વધુ ઇન્ટ્રાવિટ્રીયલ ઇન્ટ્રાઓક્યુલર ઇન્જેક્શન પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ડૉ. કુકડિયા વિવિધ રેટિના, યુવિયા અને ન્યૂરો- ઓપ્થેલ્મોલોજીની સમસ્યાઓ અને વિકૃતિઓનું નિદાન અને સંચાલન કરવા માટે સિનિયર કન્સલ્ટન્ટ તરીકે પણ કાર્યરત છે.
ગ્લુકોમા વિભાગમાં ડૉ. રશ્મિતા કુકડિયા જોડાયા છે. ડૉ. રશ્મિતા કુકડિયાએ MBBS, MS (ઓપ્થેલ્મોલોજી)માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમણે 37,000થી વધુ મોતિયાની સર્જરીઓ અને 2,000થી વધુ ગ્લુકોમા સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ડૉ. રશ્મિતા કુકડિયા વિવિધ વય જૂથોમાં વય-સંબંધિત મોતિયાની સ્થિતિનું નિદાન અને સંચાલન કરવામાં નિપુણ છે. આ ઉપરાંત, તેઓ ગ્લુકોમાની સારવારમાં પણ નિષ્ણાત છે. ડૉ. રશ્મિતા કુકડિયા જટિલ ગ્લુકોમા કેસોની સારવાર, લેસર દ્વારા ગ્લુકોમા સારવાર, ટ્રેબેક્યુલેક્ટોમી અને મિનિમલી ઇન્વેસિવ ગ્લુકોમા સર્જરી (MIGS) જેવી અદ્યતન પ્રક્રિયાઓમાં પણ પારંગત છે.
સાવલિયા આંખની હોસ્પિટલે દર્દીઓની સુવિધા માટે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત સવારે 8:00 થી રાત્રે 9:30 સુધી સતત OPD સેવા શરૂ કરી છે. આ ઉપરાંત, 24 કલાક ઇમરજન્સી સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે દર્દીઓને ગમે ત્યારે તાત્કાલિક સારવાર મેળવવાની સુવિધા આપે છે. હોસ્પિટલમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા નિષ્ણાત ઓપ્થેલ્મોલોજીસ્ટની ટીમ કાર્યરત છે, જે તમામ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડે છે. આ ટીમનું નેતૃત્વ ગુજરાતમાં સિંગલ સીટિંગ માં રોબોટિક આઈ સર્જરીના શરૂઆત ના પ્રણેતા ડૉ. અનુરથ સાવલિયા કરે છે, જેમણે હજારો દર્દીઓના જીવનમાં નવી દ્રષ્ટિનો પ્રકાશ ફેલાવ્યો છે.
સાવલિયા આંખની હોસ્પિટલ ગુજરાતમાં CLEAR લેસર ટેકનોલોજી વડે આંખના નંબર ઉતારવાની સુવિધા પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ છે. આ ટેકનોલોજીએ આંખની સારવારમાં નવી ક્રાંતિ લાવી છે, જેના દ્વારા દર્દીઓ ચશ્માંથી મુક્તિ મેળવી શકે છે. ડૉ. અનુરથ સાવલિયાએ ભારતમાં પ્રથમ વખત મોતિયાની સારવારના દર્દીની આંખમાં ‘Femtis – રોબોટિક લેન્સ’ પ્રત્યાર્પણ કર્યો હતો. સાવલિયા આંખની હોસ્પિટલનો ઉદ્દેશ્ય ‘Love Your Sight’ રહ્યો છે, જે દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આંખની સારવાર પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ નવા વિભાગો અને અદ્યતન સુવિધાઓ સાથે, સાવલિયા હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો માટે આંખની સારવારનું એક વિશ્વસનીય કેન્દ્ર બની રહેશે.
સાવલિયા આંખની હોસ્પિટલ રાજકોટના 150 ફીટ રીંગ રોડ પર બાલાજી હૉલ નજીક અને કાલાવડમાં બસ-સ્ટેન્ડ રોડ ખાતે આવેલી છે. આ હોસ્પિટલ ગ્રામીણ અને શહેરી વિસ્તારોના લોકોને ઉચ્ચ ગુણવત્તાની આંખની સારવાર પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. છેલ્લા 20 વર્ષથી, હોસ્પિટલે હજારો દર્દીઓને મોતિયાના ઓપરેશન, લેસિક સર્જરી, અને રોબોટિક સર્જરી જેવી અદ્યતન સેવાઓ પૂરી પાડી છે, અને આ નવા વિભાગોની શરૂઆતથી આ સેવાઓનો વિસ્તાર વધુ વધશે.
ડૉ. અનુરથ સાવલિયા, જેઓ ગુજરાતમાં સિંગલ સીટિંગ માં રોબોટિક આઈ સર્જરીના શરૂઆત કરનાર તરીકે જાણીતા છે, તેમણે સાવલિયા આંખની હોસ્પિટલને એક વિશ્વસનીય અને અગ્રણી સંસ્થા બનાવી છે. તેમના 25 વર્ષથી વધુના અનુભવ અને દૂરદર્શી નેતૃત્વથી, હોસ્પિટલે આંખની સારવારમાં નવીનતમ ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડીને લાખો લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે. ડૉ. સાવલિયાની સેવાભાવના અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ હોસ્પિટલને માત્ર એક સારવાર કેન્દ્ર નહીં, પરંતુ એક સેવાયજ્ઞ તરીકે સ્થાપિત કરી છે.