અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા ના બાંઠીવાડા ખાતે કોમન ક્રેટ નામના સાપે બે વ્યક્તિઓ ને ડંખ મારતાં સારવાર દરમિયાન એક નું મોત
હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે અને કેટલીક જગ્યાએ અવનવા ઝેરી જીવજંતુ દેખાવાના બનાવો સામે આવતા હોય છે જેમાં કેટલીક વાર ઝેરી જીવજંતુ દ્વારા ડંખ માર્યાની ઘટના સામે આવતી હોય છે જેમાં મેઘરજ તાલુકા ના બાંઠીવાડા ખાતે કોમન ક્રેટ નામના સાપે બે વ્યક્તિઓ ને ડંખ મારતાં સારવાર દરમિયાન એક નું મોત.ગત રાત્રિ ના સુમારે સાપ કરડતાં મેઘરજ ની જલારામ હોસ્પિટલ ખાતે સારવાર ખાતે લવાયા હતા સારવાર દરમિયાન મહેશ ભાઈ નામના વ્યક્તિ નું મોત નીપજ્યું હતું ,અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ છે હાલ ઝેરી સાપ ને રેસક્યુઅર જાલમ ભાઈ દ્વારા પકડી પાડવામાં આવ્યો અને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો તાલુકા પંથક માં મહેશ ભુવાજી નામથી પ્રખ્યાત વ્યક્તિ નું સાપ કરડવા થી મોત નિપજતાં પરિજનો સહિત પંથક માં શોક ની લાગણી છવાઈ હતી