MEHSANAMEHSANA CITY / TALUKO

મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ખેરાલુ, વડનગર અને વિજાપુર નગરપાલિકાના અનુલક્ષીને બેઠક યોજાઇ

નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયત્નો.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

મહેસાણા સર્કિટ હાઉસ ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ખેરાલુ, વડનગર અને વિજાપુર નગરપાલિકાના વિવિધ મુદ્દાઓ સંદર્ભે બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રીશ્રીએ નગરપાલિકામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો/માર્ગદર્શન આપ્યા હતા.

આ બેઠકમાં રાજ્યમંત્રીશ્રીએ ખેરાલુ, વડનગર અને વિજાપુર નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામોની જાણકારી મેળવી આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરી હતી.

વધુમાં મંત્રીશ્રીએ નગરપાલિકા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી, યોગ્ય રસ્તાઓ અને ગટર લાઈન જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે તે મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વે શ્રી સી.જે. ચાવડા, શ્રી કિરીટભાઈ પટેલ અને શ્રી સરદારભાઈ ચૌધરી, અગ્રણીશ્રી ગીરીશભાઈ રાજગોર અને વર્ષાબેન દોશી, પ્રભારી સચિવશ્રી ધનંજય દ્વિવેદી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટરશ્રી જે.કે. જેગોડા, સંબંધિત પ્રાંત અધિકારીશ્રી, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને સંબંધિત નગરપાલિકાના અધિકારી / કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!