ARAVALLIGUJARATMODASA

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલ દારૂ મામલે 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ :જિલ્લા પોલિસ વડાની સખ્ત કાર્યવાહી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલ દારૂ મામલે 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ :જિલ્લા પોલિસ વડાની સખ્ત કાર્યવાહી

મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ ની ટીમે બુધવારે રાત્રીના સમયે ઈટાડી નજીક થી દારૂની ખેપ મારતી ગાડીઓ ઝડપી પાડી હતી જેમાં 13 લાખથી વધુ રૂપિયાના દારૂ સાથે 1 આરોપી ને પકડી 10 જેટલા વોન્ટેડ આરોપી જાહેર કરાયા હતા. સમગ્ર ઘટના ને લઇ ફરિયાદ માં જણાવ્યા અનુસાર મહિનાની 5 મી ટ્રીપ મારતા આ દારૂ ઝડપાઈ ગયો હોવાનું ખુલ્યું હતું.

સમગ્ર ઘટના ને લઇ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગર રેન્જ સાઇબર ક્રાઇમ ટીમે ઝાડપેલા દારૂ ને લઇ રૂરલ પોલીસ સ્ટેશન સામે અનેક સવાલો ઉભા થયા હતા અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા ગંભીરતા દાખવતા આ બાબતે જે જગ્યાએ થી આ દારૂ ઘૂસાડાવા માટે સફર થયા હતા તે વિસ્તારના 2 પોલીસ કર્મીઓ ને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં શામળાજી પોલીસ સ્ટેશન ના અધિકારી ના જણાવ્યા અનુસાર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલ દારૂ મામલે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારી ઈશ્વરસિંહ દોલતસિંહ,દીપસિંહ કોદરસિંહ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.ત્યારે ફરી એક વાર અરવલ્લી જિલ્લામાં ખાખી શર્મનાક બનવાની ઘટના સામે આવતા પોલીસ પોલીસ બેડામાં ચકચાર જવા પામી છે

Back to top button
error: Content is protected !!