અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના બે આચાર્યોને પ્રકૃતિ મિત્ર પુરસ્કારથી સન્માનિત કરાયા.
શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્મા તથા પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત અને રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી ના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ મિત્ર એવોર્ડ 2025 નું આયોજન તારીખ 15 સપ્ટેમ્બર ના રોજ શ્રી ગાયત્રી તીર્થ ,અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું.. જેમાં ભિલોડા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ અને કુડોલ કાગડા મહુડાના આચાર્ય કમલેશભાઈ પટેલ અને મોડાસા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ અને ભારતીય વિદ્યા મંદિર દાવલી ના આચાર્ય નરેશભાઈ પ્રજાપતિને પ્રકૃતિ રક્ષણ માટેની નિષ્ઠા પૂર્વકની કામગીરી બદલ સન્માનિત કરતાં પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો.