ARAVALLIGUJARATMODASA

મોડાસા : મંત્રીના પૌત્ર અને શક્સ વચ્ચે જપાજપી થઈ, મંત્રીના બે દીકરા અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહીત લોકોએ શખ્સને ઢોર માર મારતો વિડિઓ વાયરલ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા : મંત્રીના પૌત્ર અને શક્સ વચ્ચે જપાજપી થઈ, મંત્રીના બે દીકરા અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહીત લોકોએ શખ્સને ઢોર માર મારતો વિડિઓ વાયરલ

 

અરવલ્લી જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠ્યા છે.જેને લઈ જીલ્લાવાસીઓ માં ખૌફ પેદા થયો છે.મોડાસા સહિત જિલ્લામાં ગુંડા તત્વો ખુલ્લેઆમ ગુંડાગીરી ઉપર ઉતરી આવી યુપી બિહાર જેવી ક્રાઈમ ઘટનાને અંજામ આપી વર્ચસ્વ જમાવતા તત્વોને પોલીસ છાવરતી હોય છે. મોડાસા પંથકમાં એક યુવકને ચાર વધુ શખ્સો ઢોર માર મારતા હોવાનો વાયરલ વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ના પુત્ર રણજીતસિંહ, કિરણસિંહ,અરવલ્લી જિલ્લા ભાજપા યુવા મોરચા પ્રમુખ અમિશ પેટેલ સહિત તેમનાં મળતીયા ઓ યુવકને માર મારતા હોવાનું દ્રશ્યમાન થાય છે.જોકે આ વિડીયોની અમે પુષ્ટિ નથી કરતા, કયા કારણોસર કાયદો હાથમાં લેવાની ફરજ પડી જેને લઈ સવાલો ઉઠ્યા છે.કારમાં અન્ય એક યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હોવાની પણ ચર્ચાઓ એ જોર પકડ્યું છે.બે રહેમીથી યુવકને માર મારવાવાની ઘટનો વિડીયો સોસીયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થતા પોલીસ સામે સવાલો ઉભા થયા છે.પોલીસ બધું જ જાણતી હોવા હોવા છતાં અજાણ બને કારણ કે આરોપીઓ મોટા માથાઓ હોય ને…?અરવલ્લી જિલ્લા પોલીસવડા પાસે જો ઘટનાનો વિડીયો સામે આવેતો ઘટનાની સત્યતા તપાસી કાર્યવાહી કરે કારણકે કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી બને છે.

મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રીના પુત્ર કિરણસિંહ પરમારના પુત્ર ને મોડાસા શહેરના માલપુર રોડ ITI પાસે રીક્ષા ચાલક દ્વારા માર મારવાની ઘટનાને લઈ રોષે ભરાયેલ કિરણસિંહ પરમાર સહિત લોકો પુત્રને માર મારનાર આરોપીને વડતો પ્રહાર કરી સબક શીખડાવ્યો હતો.પોલીસ જ્યારે આવી ઘટનામાં ગંભીરતા નથી દાખવતી નથી એટલે લોકોને કાયદો હાથ માં લેવા માટે મજબૂર થવું પડે છે.

મંત્રીના પૌત્રને મારમારવાથી વિવાદ વકર્યો!

વાત જાણે એમ છે કે, મંત્રીના પુત્ર કિરણસિંહના પુત્ર સાથે એક રિક્ષા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, આ બોલાચાલી મોડાસાના માલપુર રોડ વિસ્તારમાં બની હતી, જ્યાં મામલો થાળે પડવાને બદલે, વિવાદ વકર્યો હતો અને મારામારી થઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, એક મંચુરિયન વેચતા પરપ્રાંતિય વ્યક્તિએ મંત્રી પૌત્રને માર માર્યો હતો, જેને લઇને આ વિવાદ વકર્યો હતો અને ત્યારબાદ મંત્રીના પુત્રોએ મંચુરિયન વિક્રેતાના મળતિયાઓને પણ ઢીબી નાખ્યા હતા, જેનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

આટલી મોટી ઘટના ઘટી હોવા છતાં, મોડાસા ટાઉન પોલિસના નાકમાં સાપ સૂંઘી ગયો હોય તેમ જોવા મળી હતી. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તરામાં માલપુર રોડ પર થોડા મહિનાઓ પહેલા આ જ મંચુરિયન લારી ચાલક ને ત્યાં કોઈ કારણોસર લોકોનું ટોળુ ધસી આવ્યું હતું, અને ભારે બબાલ થઇ હતી, જેમાં બે પત્રકારો કવરેજ કરતા હતા, ત્યારે તેમની સાથે પણ આજ લોકોએ મારામારી કરી હતી, જે અંગે ટાઉન પોલિસ મથકે અરજી આપવા છતાં, પોલિસે કાર્યવાહી ન કરતા, આટલી મોટી ઘટના સર્જાઈ છે. મોડાસા ટાઉન પોલિસ માત્ર ચેપ્ટર કેસ અને સામ-સામે અરજી કરાવવામાં જ રસ દાખવતી હોય તેવું લાગે છે.

Back to top button
error: Content is protected !!