
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિદ્યા મંદિર, માલેગામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર રહે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે જ બાહ્ય પ્રવૃતિઓમાં પણ આ સંસ્થા અગ્રેસર છે.
તાજેતરમાં જ આ શાળાના ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં પાર્થ તથા રવીશકુમાર ISRO અમદાવાદ દ્વારા આયોજીત ૧૦ દિવસીય નિવાસીય વૈજ્ઞાનિક તાલીમ કાર્યક્રમ માટે પસંદગી પામ્યા હતાં.
ગુજકોસ્ટ ગાંધીનગર તથા ISRO અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિક તાલીમ માટે સમગ્ર રાજ્યમાંથી ગણતરીના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. જેમાં ડાંગના બે વિદ્યાર્થીઓને તાલીમ સાથે ખ્યાતનામ વૈજ્ઞાનિકો તે રૂબરૂ મળવાનો ચર્ચા કરવાનો લાભ મળ્યો હતો.
આ માટે પ્રયોશા લોકવિજ્ઞાન કેન્દ્ર આહવા-ડાંગના કોર્ડિનેટર રતિલાલ સૂર્યવંશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ પ્રેરક પૂજ્ય પી.પી.સ્વામીજી તથા શાળાના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાડવામાં આવી હતી.





