ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ “ખેલ મહાકુંભ-૨૦૨૫”માં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યા બાળકોમાં રહેલી સુષુપ્ત કૌશલ્ય અને રમત પ્રત્યેની રસજાગૃતિને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે “ખેલ મહાકુંભ”નું આયોજન કરવામાં આવે છે.આ અંતર્ગત તા. ૦૯-૧૧-૨૦૨૫, રવિવારે ચીમનપાડા ગામના મેદાનમાં યોજાયેલી તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં તોરણવેરા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.શાળાના વિદ્યાર્થી ધ્રુવ અજયભાઈ ગરાસિયા (ધોરણ–૮) એ ગોળાફેંક (અંડર–૧૪) સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે વંશ વિમલભાઈ ભોયા (ધોરણ–૨) એ ૩૦ મીટર દોડ (અંડર–૯) માં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો.આ બંને વિજેતા વિદ્યાર્થીઓ હવે આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.તાલુકા સ્તરે વિજય મેળવવા બદલ શાળા પરિવાર તથા ગામના સરપંચશ્રીએ આ બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તથા આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા આપી.
«
Prev
1
/
84
Next
»
ડાકોર પાસે દારૂ ભરેલ ડાલુ પલટી ખાધુ, રોડ પર દારૂની રેલમ છેલ :ડ્રાઈવર ફરાર
વડતાલ કણજરી ચોકડી પાસે ત્રણ ઇસમોને ૩.૮૪૦ કિગ્રા ગાંજા સાથે એસ.ઓ.જી ટીમે ઝડપી પાડ્યા