આજે તા.૦૫ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ સમારોહ યોજાનાર છે. જેમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગર અને મ..ની.ના.ઉ.મા શાળા મણિનગર ગણદેવાના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ તથા નવસારી તાલુકાના બીઆરસી રિસોર્સ સેન્ટર, ઇટાળવાના બી.આર.સી કોર્ડીનેટર શ્રી શશિકાન્ત જેરામભાઇ ટંડેલને આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.