
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ધનસુરા : ભેસાવાડા ગામે રોડ પાસે વીજ કરંટથી બે અજાણ્યા વ્યક્તિઓના મોત, ફરી 2 વ્યક્તિઓ જીવતા ભડથું થયા
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામે આજે વહેલી સવારે બનેલી ચોંકાવનારી ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. ગામના સાકરી પૂલ નજીક વીજપોલ પરથી લટકાતા જીવંત તારના સ્પર્શમાં આવતા બે અજાણ્યા વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.માહિતી મુજબ, બંને વ્યક્તિઓ છોટા હાથી પ્રકારના વાહનમાં ગામની આસપાસ ફરતા જોવા મળ્યા હતા. પ્રાથમિક માન્યતા મુજબ તેઓ ચોરીના ઇરાદે આવ્યા હશે તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે, જોકે આ બાબતમાં પોલીસ તરફથી હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.ઘટના બનતા જ ગામ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટના અંગે જાણ થતા ધનસુરા પોલીસ પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ, તેઓ અહીં શા માટે આવ્યા હતા અને અકસ્માતની સંપૂર્ણ પરિસ્થિતિ જાણવા પોલીસ કાર્યરત છે.ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વાતાવરણ ફેલાયું છે. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.






