GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-ગોધરા રોડ ઉપર પેસેન્જર ભરેલો છકડો પલટી જતા બે મહિલાઓ અને બે બાળકો ઇજાગ્રસ્ત,ચાલક નશામાં ધૂત હોવાની ચર્ચા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૮.૨૦૨૪

હાલોલના ગોધરા રોડ ઉપર નશામાં ધૂત છકડા ચાલકે પેસેન્જર ભરેલો છકડો પલટી ખવડાવી દેતા છકડામાં સવાર બે મહિલાઓ અને બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા,જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા,સારવાર બાદ એક બાળકીને પગ માં ફ્રેક્ચર અને બે મહિલાઓ ને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.કાલોલ – હાલોલ વચ્ચે ગેરકાયદે પેસેન્જર ભરી ફરતા ખાનગી છકડા ચાલકો બેફામ ઓવરલોડ મુસાફરો ભરી છકડા હંકારતા છાસવારે છકડા પલટી ખાઈ જવાની ઘટનાઓ બને છે, આજે વધુ એક છકડો હાલોલ ની આદિત્ય બિરલા કંપની આગળ પલટી ખાઈ જતા કેટલાક મુસાફરો ઇજગ્રસ્ત થયા હતા.મધવાસ નો લાલો સુથાર નામનો ડ્રાઈવર કાલોલ થી મુસાફરો ભરી છકડો લઈ હાલોલ આવી રહ્યો હતો.ત્યારે છકડામાં બે મહિલાઓ અને બે બાળકીઓ સહિત આગળ ડ્રાઈવર સાથે તેના બે મિત્રો બેઠા હતા.જેઓ તમામ નશામાં ધૂત હતા, અને ડ્રાઈવર છકડો બેફામ ધમાલ મસ્તી કરતો છકડો ચલાવી રહ્યો હોય ડિવાઈડર જોડે ભટકાતા છકડો પલટી ખાઈ ગયો હોવાનું મુસાફરો જણાવી રહ્યા હતા.પલટી ખાઈ ગયેલા છકડા ને ઉભો કરી લોકીએ નશા માં ધૂત ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો હતો. ઇજગ્રસ્ત મુસાફરો ને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બચી ગયેલા મુસાફરોએ ડ્રાઈવર ને પકડી પોલોસને હવાલે કર્યો હોવાની જાણકારી મળી છે.છકડો પલટી જતા ઇજાગ્રસ્ત થયેલા શીહાનખાન શાહરુખખાન પઠાણ ઉ.વ. 06 ને માથામાં ગંભીર જાઓ થતાં તેને સીટી સ્કેન કરાવવા માટે ઈમેજિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે, શનાયાબાનું શાહરુખ ખાન પઠાણ ઉ.વ. 08 ને પગ માં ફ્રેક્ચર થયું છે, રેવાબેન નામની મહિલા ને મથામાં ઇજાઓ થતા વડોદરા રીફર કરવામા આવી છે. અને મંગુબેન લાલભાઈ વણકર ને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!