BANASKANTHAGUJARATPALANPUR
સી.આર.સી.કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભુતેડી શાળાની બે કૃતિઓની પસંદગી પામી
10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
*સી.આર.સી.કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભુતેડી શાળાની બે કૃતિઓની પસંદગી પામી
સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન રણાવાસ ખાતે તારીખ 10 સપ્ટેમ્બર 24 ના રોજ રણાવાસ પ્રાથમિક શાળાના યજમાન પદે યોજાયું હતું જેમાં ભુતેડી સી.આર.સી ની તમામ શાળાના બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો દરેક શાળાએ પોતપોતાની કૃતિ રજૂ કરી હતી જેમાં ભુતેડી પ્રાથમિક શાળાના બે કૃતિઓ ની પસંદગી થઈ હતી અને હવે તાલુકા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે ભાગ લેનાર તમામ બાળકો અને માર્ગદર્શક શ્રી પરેશભાઈ પુરોહિત તથા શાળા પરિવારને ભુતેડી સી.આર.સી કોર્ડીનેટર શ્રી નરેશભાઈ શ્રીમાળી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.