
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૨/૦૨/૨૦૨૫
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા બે યુવા સાયકલિસ્ટો કે જેમાં વિજય જગદીશભાઈ ભટ્ટ અને કિશન નરેશભાઈ વ્યાસ કે જેઓ તા.૧૦/૦૨/૨૦૨૫ ના રોજ પોતાના નિવાસસ્થાને થી સાયકલ લઈ ચાર ધામ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું.
આ બે યુવા સાયકલિસ્ટો ૨૫૦૦ થી વધુ કિલોમીટરનું અંતર કાપી પ્રથમ તો (૧) ઉજ્જૈન, (૨) મથુરા, (૩) કેદારનાથ અને (૪) બદરીનાથ યાત્રા સંપન્ન કરનાર છે. આ બે યુવા સાયકલિસ્ટો પોતાની યાત્રાના બીજા દિવસે નેત્રંગ ખાતે આવી પહોંચતા ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે તેઓએ રાત્રિ રોકાણ કરી બીજે દિવસે સવારે પોતાની યાત્રાને આગળ પ્રસ્થાન કર્યું હતું. નેત્રંગના ગ્રામજનોએ તેઓને આ યાત્રા માટે શુભકામનાઓ પાઠવી
હતી.



