સેગવા થી શિનોર જવાના મુખ્ય માર્ગ ઉપર સેગવાથી શિમળી ગામ વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકો મૃત્યુ પામ્યા

ફૈઝ ખત્રી...શિનોર શિનોર તરફ થી આવતી ઇકો કાર ચાલકે સેગવા ચોકડી થી શિમળી જતી સ્પ્લેન્ડર બાઇક અને એક્ટિવા ને અડફેટે લેતા એક્ટિવા ચાલક તેમજ એક્ટિવા પાછળ બેઠેલ 1 વ્યક્તિ સહિત 2 નું અકસ્માત સ્થળે મોત જ્યારે સ્પ્લેન્ડર બાઇક ચાલાક , સ્પ્લેન્ડર બાઇક પાછળ બેઠેલ 2 આમ 3 વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા હતા. ઘવાયેલા 3 લોકોને મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇમરજન્સી 108 મારફતે વડોદરા SSG હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અકસ્માત ની જાણ શિનોર પોલીસ ને થતાં શિનોર પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઇ આગળ ની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર ઇકો કાર ચાલાક અકસ્માત કરી ઇકો કાર અકસ્માત સ્થળે મુકી ફરાર થયો હતો. શિનોર પોલીસે અકસ્માત નો ગુનો નોંધી ઇકો કાર ચાલાક ને શોધવા ની તજવીજ હાથ ધરી હતી... અકસ્માત માં મૃત્યુ પામેલા બંને મૃતકોનું મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં PM કરાવવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી. સૂત્રો મુજબ એક્ટિવા, બાઇક ના ચાલાક શિનોર ના શિમળી ગામ ના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અકસ્માત થનાર (1) અંદાજિત ઉ.વર્ષ 19, તુષાર લાલજીભાઈ વસાવા ,ગામ શિમળી (2) અંદાજિત 19 વર્ષીય અક્ષય સોમાભાઈ વસાવા, ગામ શિમળી બંને યુવાનો શિમળી ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!