BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં કોલેજ જતાં બે મિત્રનો કરુણ અંત:NH-48 પર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતાં દઢાલ ગામના બે યુવાનનું મોત

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. કોસંબાની કોલેજમાં અભ્યાસ કરતા બે યુવાનનું મોત નીપજ્યું છે. અજાણ્યા વાહને તેમની મોપેડને ટક્કર મારી હતી.
દઢાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવા મોપેડ પર કોસંબા ખાતેની કોલેજમાં જઈ રહ્યા હતા. ખરોડ ચોકડી નજીક પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને તેમની મોપેડને ટક્કર મારી. અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બીજા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું પણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
એક જ ગામના બે યુવાનના મોતથી દઢાલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના સમયે ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. બ્રિજ નીચે જ આ અકસ્માત સર્જાયો હતો.

Back to top button
error: Content is protected !!